ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના સાપુતારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો - Azadi Ka Amrut Mahotsav

ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે નેશન ફર્સ્ટનો સંદેશો ગુંજતો કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનાં ધારાસભ્યની ઉપસ્થિતમાં સાપુતારા ઋતુંભરા વિદ્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગના સાપુતારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ડાંગના સાપુતારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

By

Published : Mar 12, 2021, 11:02 PM IST

  • ગિરિમથક સાપુતારા ખાતે નેશન ફર્સ્ટનો સંદેશો ગુંજતો કરાયો
  • ધારાસભ્ય વિજયભાઈ પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
  • આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ડાંગઃ ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે નેશન ફર્સ્ટનો સંદેશો ગુંજતો કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનાં ધારાસભ્યની ઉપસ્થિતમાં સાપુતારા ઋતુંભરા વિદ્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વોકલ ફોર લોકલ બનવાની હિમાયત કરી

તાજેતરમાં જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક ડીસ્ટ્રીકટ તરીકે જાહેર કરીને ઝેરમુક્ત ખેતીને પ્રાધાન્ય આપ્યુ છે, ત્યારે ડાંગ જિલ્લાના સ્થાનિક અને ઓર્ગેનિક ઉત્પાદનો માટે સૌને વોકલ ફોર લોકલ બનવાની હિમાયત કરતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈએ ગ્રામોત્થાન માટે બાપુના વિચારો સાંપ્રત સમયમા ખુબ જ પ્રસ્તુત છે, તેમ જણાવ્યુ હતુ.

ડાંગના સાપુતારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયોડાંગના સાપુતારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં 75 સ્થળોએ રાષ્ટ્રપ્રેમ જગાવતાં કાર્યક્રમોનું આયોજન

રાષ્ટ્રવ્યાપી આ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતને વિશ્વગુરૂ બનાવવાની નેમ લઈને રાતદિવસ ઝઝૂમી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના આંગણેથી, સાબરમતી આશ્રમથી કરી રહ્યા છે. તેમ જણાવતા પટેલે ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે તેમ પણ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ડાઈ ફોર ધ નેશનના મંત્રથી એ વખતે મેળવેલી આઝાદી લીવ ફોર ધ નેશનના આગાઝથી ઉજાગર કરવાના આ કાર્યક્રમ અંતર્ગત, સમગ્ર દેશમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે મુજબ ગુજરાતમા પણ એક સાથે આજે 75 સ્થળોએ રાષ્ટ્રપ્રેમ જગાવતા કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું

કાર્યક્રમમાં કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમ દરમિયાન સાબરમતી આશ્રમ-અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી જીવંત પ્રસારણ પણ રજુ કરાયુ હતુ. આ ઉપરાંત ગાંધીજીના જીવન કવનને આવરી લેતા તસ્વીરી પ્રદર્શન સહીત ગાંધી વિચારોને પણ જુદા જુદા વક્તાઓએ રજુ કર્યા હતા. દરમિયાન શાળા પરિસરમા ગાંધી પ્રદર્શન અને દાંડી યાત્રાની પ્રતિકૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. ઋતુંભરા વિદ્યાલય ખાતે યોજાયેલા “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ વેળા ડાંગ કલેકટર એન.કે.ડામોર સહીત પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, ગાંધી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, શાળાની વિદ્યાર્થીનીઓ વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમમા ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details