ડાંગ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યના નેતાઓ સાથે સાથે પ્રજામાં (voting awareness in gujarat) પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો એક બાદ એક પોતાના મુરતિયા જાહેર કરી રહ્યા છે. તો બીજી તરફ લોકો પાસે પણ જેમ જેમ ચૂંટણી લક્ષી સમાચાર પહોંચતા જાય છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધતો જાય છે. ત્યારે આ વર્ષે મતદાનની ટકાવારી વધારવા માટે નાગરિકો વધુ ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તે માટે ડાંગમાં અનોખું આયોજન કરાયું છે. (Avsar Rath in Dang)
હું વોટ કરીશ! અવસર રથ ફરી મતદાન જાગૃતિ માટે મહત્વનો ભાગ ભજવશે - Voting awareness campaign in Dang
આ વર્ષે મતદાનની ટકાવારી વધારવા ડાંગ જિલ્લામાં અનોખું (voting awareness in gujarat) આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં લોકશાહીના પર્વ પર હું વોટ કરીશ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે વિસ્તારમાં અવસર રથ (Avsar Rath in Dang) ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે. (Gujarat Assembly Election 2022)
હું વોટ કરીશ જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામા નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય તેમજ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે મિશન-2022 હાથ ધરવામાં આવ્યું છે. હું વોટ કરીશ (I will vote) એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમાં અવસર રથ ફરશે. તેમજ મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અવસર રથને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. (Voting awareness campaign in Dang)
મતદાન જાગૃતિ માટે દરેક ગામમાં ફરશે આંગણે પધારેલા અવસર રથના માધ્યમથી આહવા તેમજ સુબીર તાલુકાના તેર જેટલા લો વોટર ટર્નઆઉટ ધરાવતા મતદાર ક્ષેત્રમાં લોકશાહીના આ અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી. આ રથ આહવા વઘઇ અને સુબીર તાલુકાના દરેક ગામોમાં ફરી મતદાન જાગૃતિ માટે મહત્વના ભાગ રૂપ થશે. આ અવસરે કલેક્ટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ચૌધરી, ચૂંટણી મામલતદાર, મેહુલ ભરવાડ, આહવા મામલતદાર યુ વી.પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (Gujarat Assembly Election 2022)