ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં તમાશા કાર્યક્રમ થકી મહિલાઓ દ્વારા લોકોમાં કોરોના અંગે જાગૃતી લાવવા પ્રયાસ - In Dangs, women will do a spectacle program to spread awareness about Korona

ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસ, સ્થાનિક બેરોજગારોને સ્વ-નિર્ભર, ખેડુતો માટે સહાય તથા મહીલાઓના સંસ્કૃતિકરણ માટે કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા મહીલાઓને સ્વ-નિર્ભર બનાવી આ મહીલાઓ દ્વારા ત્રણે તાલુકાઓમાં તમાશા કાર્યક્રમ દ્વારા કોરોના અંગે જાગૃતી ફેલાવવામાં આવે છે.

etv bharat
મહીલાઓ દ્વારા તમાશા કાર્યક્રમ કરી લોકોમાં કોરોના અંગે સમજણ આપશે

By

Published : Sep 25, 2020, 4:43 PM IST

ડાંગ : સમગ્ર વિશ્વમાં કોરોનાની માહામારીએ હાલનાં તબક્કે હાહાકાર મચાવ્યો છે. જેમાં હાલમાં સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોનાનાં કેસોના આંકડા વધી રહયા છે.ત્યારે ડાંગ જિલ્લાનાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ કેળવાય અને આ રોગથી કઈ રીતે બચી શકે તે માટે આગાખાન ટ્રસ્ટ ડાંગ દ્રારા ગામડાનાં લોકોને કોવિડ-19 બાબતે ડાંગી બોલીમાં જાગૃત કરવા માટે એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

મહીલાઓ દ્વારા તમાશા કાર્યક્રમ કરી લોકોમાં કોરોના અંગે સમજણ આપશે
આગાખાન ટ્રસ્ટ સાથે જોડાયેલી સ્થાનીક મહિલાઓ જેમને આગાખાન ટ્રસ્ટ માંથી ધર આંગણે રોજગારી આપવામાં આવે છે.આ મહિલાઓ દ્રારા ડાંગ જિલ્લાનાં આહવા,સુબીર,વધઈ તાલુકાનાં વિવિધ ગામડાઓમાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી ભવાઈ(તમાશા) કાર્યક્રમ રજૂ કરી જાગૃતતા કેળવી રહી છે.
મહીલાઓ દ્વારા તમાશા કાર્યક્રમ કરી લોકોમાં કોરોના અંગે સમજણ આપશે
તમાશા કાર્યક્રમનું ડાંગ જિલ્લામાં અનેરૂ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે ટી.વી,મોબાઇલ વગેરે મનોરંજન સાધનો ન હતા. ત્યારે મનોરંજન માટે તમાશા કાર્યક્રમો ખુબ જ પ્રખ્યાત હતા. લોકોના મનોરંજન માટે તમાશા કરવામાં આવતા હતા. તમાશાએ સ્થાનીક ભાષામાં કરવામાં આવતા હોવાથી રોજબરોજની જિવન શૈલી ઉપર કલાકાર હાસ્ય બનાવી શકે છે. જેમાં લોકોને જાણકારી મળે તથા લોકો સમજતા થાય છે. જિલ્લામાં કુટુંબ કલ્યાણ, પૌઢ શિક્ષણ, નશાબંધી, જનજાગૃતી વગેરેના પ્રચાર પ્રસાર માટે તમાશા કાર્યક્રમો કરવામાં આવે છે. તમાશા કાર્યક્રમ દ્વારા મહીલાઓ ગામે ગામે સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે લોકોને કોરોના અંગે જાગૃતી ફેલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details