ડાંગ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંન્જમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરીયાદી પ્રદિપભાઈ નરસિંહ ગામિત તારીખ 15ના રોજ તેઓને તેમનાં ઉપરી અધિકારીઓએ બાતમીનાં આધારે બીટનાં જંગલમાં સાવચેતી રાખવા જણાવ્યું હતું. જે અધિકારીઓના આદેશના પગલે સાંજનાં સમયે તેમના મોટરસાયકલ પર રીઝર્વ ફોરેસ્ટ કંપાઊન્ડ નં-60 દવગાર્ડઓને સોપેલ કામગીરી જોવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ખોખરી ગામ પાસે આવતાં ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાઈક સ્પીડમાં હોવાથી આગળ નીકળી ગયો હતો. જેથી ફરીને આવતાં જણાવેલ કે અમે તમોને ચોર દેખાતા છે. તેવી રીતે બોલાચાલી કરી ઢીક્કામુકીનો મારમારવા લાગ્યા અને બાજુમાં પડેલ લાકડાનાં દંડા વડે સપાટા મારવા લાગતા ઝપાઝપી તથા શુકરની પત્ની, ચીમન તથા એક અન્ય આધેડે પણ માર મારવા દોડી આવ્યા હતા.
ડાંગમાં બીટગાર્ડ પર લાકડાના ફટકાથી કર્યો હુમલો, ચાર શખ્સોએ ભેગા મળી કર્યો હુમલો - DANG
ડાંગઃ જિલ્લાનાં ઊતરવન વિભાગનાં બરડીપાડા રેંન્જમાં ફરજ બજાવતાં બીટગાર્ડ બીટનાં ધાણા ગામ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન એક દંપતી સહિત કુલ ચાર ઈસમોએ લાકડાનાં ડંડા વડે માર મારતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સુબીર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાં બાબતે બીટગાર્ડ પ્રદિપભાઈએ તેમનાં ઉપરી અધિકારીઓને જણાવતાં તેઓએ સુબીર પોલીસને જાણ કરી છે. જે બાદ બીટગાર્ડ પ્રદિપભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુબીર સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં વધુ સારવારની જરૂર પડતાં તેઓને આહવા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં છે. જયાંથી તેઓએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ ઘટનાં અંગે ઉતર વન વિભાગનાં નાયબ વન સંરક્ષક અન્નિશ્ર્વર વ્યાસે જણાવ્યું હતું કે, આ ઘટનાં બની છે, જેમાં બીટગાર્ડ પ્રદિપ સારવાર હેઠળ છે કેટલાક અસામાજીકતત્વો પ્રદિપભાઈને ટારગેટ કરતાં હતાં અને તેમનાં પર હુમલો પણ થયો છે જેથી તેઓની બદલી અન્ય બીટમાં તાત્કાલિક જ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાં અંગે સરકારમાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે.