ડાંગઃજિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી રહેલો "કોવિડ-19, વિજય રથ" જિલ્લાના મુખ્યમથક આહવા આવી પહોચ્યો હતો. કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી હતી. આ "કોવિડ-19, વિજય રથ" આહવા સહિત ભવાનદગડ, નડગખાદી, ચિકટીયા અને પીમ્પરી ખાતે ફર્યો હતો, તમામ ગામોમાં જન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યુ હતુ.
"સાવચેતીને સંગ, જીતીશુ જંગ" ની આહલેક જગાવતા આ "કોવિડ-19 વિજય રથ"ને આહવાના ગાંધી બાગ પાસેથીજિલ્લા કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથના માધ્યમથી આહવા નગરના બસ સ્ટેન્ડ સહીત ફુવારા સર્કલ ઉપર "કોરોના" સામેની જંગ જીતવા માટે પ્રજાકીય સહયોગ માટેની અપીલ કરવામાં આવી હતી.
આહવા ખાતેથી "કોવીડ-19 વિજય રથ"ના પ્રસ્થાન વેળાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ સહીત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત, જિલ્લા ક્ષય અધિકારી ડો. પાઉલ વસાવા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.બરથા પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર્રી ડો.દિલીપ શર્મા સહીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીમ્પરીના આયુસ મેડીકલ ઓફિસર ડો.કોમલ ખેંગાર અને વંદનાબેન તગમડિયા તથા તેમની ટીમ, માહિતી વિભાગની ટીમ વગેરેએ હાજર રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યવ્યવસ્થા ઇન્ચાર્જ માહિતી અને શિક્ષણ અધિકારી રમેશભાઈ પટેલે સંભાળી હતી.
ડાંગ: આહવા તાલુકામાં કોવિડ-19 વિજય રથનું આગમન - ડાંગ કોરોના વોરિયર્સ
ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી રહેલો "કોવિડ-19, વિજય રથ" જિલ્લાના મુખ્યમથક આહવા આવી પહોચ્યો હતો. કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી હતી. આ "કોવિડ-19, વિજય રથ" આહવા સહિત ભવાનદગડ, નડગખાદી, ચિકટીયા અને પીમ્પરી ખાતે ફર્યો હતો, તમામ ગામોમાં જન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યુ હતુ.
આ દરમિયાન આહવા બસ સ્ટેન્ડ ખાતે રથના માધ્યમથી આયોજિત જન જાગૃતિ કાર્યક્રમમાં આહવાના સરપંચ હરિરામ સાવંતના હસ્તે "કોરોના વિનર્સ"નું પુષ્પ આપી અભિવાદન પણ કરાયુ હતુ. તે પૂર્વે ગાંધી બાગ પાસે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનું પ્રદર્શન રજુ કરાયું હતું. જયારે જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને "અમૃતપેય" ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.
આહવા બાદ "કોવિડ-19 વિજય રથ" તાલુકાના ભવાનદગડ, ચિકટીયા, નડગખાદી, અને પીમ્પરી ખાતે ગ્રામજનોને સોશિયલ ડીસ્ટન્સ, ફેશ માસ્ક અને સેનેટાઇઝરના નિયમિત ઉપયોગ સાથે આરોગ્યલક્ષી વિવિધ કલ્યાણ યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી.