ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની નિમણૂક

ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુરુવારે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પ્રમુખ જ્યારે નિર્મળા ગામીત ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની નિમણૂક
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની નિમણૂક

By

Published : Mar 19, 2021, 5:27 PM IST

  • જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી
  • જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મંગળ ગાવીતની નિમણૂક
  • કલેક્ટર કચેરીમાં સામાન્ય સભા યોજાઈ
    ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની નિમણૂક

ડાંગ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુરુવારે ડાંગ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી 17 ઉપર ભાજપના સભ્યો હોય ભાજપના મેન્ડેટ ઉપર જીતેલા મંગળ ગાવીતને લોકોએ પસંદ કરતા કલેક્ટરે મંગળ ગાવીતે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે ઉપ પ્રમુખ તરીકે નિર્મળા ગંગાજી ગામીતને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપે નામ જાહેર કર્યા

ડાંગના ત્રણેય તાલુકાઓના પ્રમુખની નિમણૂક કરવામાં આવી

આહવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.તબીયાર પાસે આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટેની બેઠક યોજાઇ હતી. જેમાં કમળા રાઉતને પ્રમુખ બનાવ્યા છે, જ્યારે વઘઇ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવભાઈ માહલા પાસે વઘઇ તાલુકાનાં પ્રમુખ પદ માટે શકુંતલા પવારને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સુબિર તાલુકામાં પ્રમુખ પદ માટે બુધુ કામડીને બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી

જિલ્લા પંચાયતના સભ્ય તરીકે વિકાસના કામો કરીશઃ મંગળ ગાવીત

ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રમુખ મંગળ ગાવીત અને ઉપ પ્રમુખ તરીકે નિર્મળા ગંગાજી ગામીતે વિધિવત જિલ્લા પંચાયતમાં કચરીમાં પોતાની ખુરશીની પૂજા કરી શ્રીફળ વધેરીને ઉપસ્થિત તમામ સભ્યની હાજરીમાં પોતાનું સ્થાન લીધું હતું. મંગળ ગાવીતે જણાવ્યું હતું કે, એક કોંગ્રેસમાં હોવાથી ધારાભય તરીકે જે કામો થઈ શક્યા નથી તે તમામ કામો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી હેઠળ હું કરીશ.

ABOUT THE AUTHOR

...view details