ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ડાંગ કોંગ્રેસ સમિતિ
ડાંગ કોંગ્રેસ સમિતિ

By

Published : Jun 29, 2020, 8:20 PM IST

ડાંગ: ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં અસહ્ય ભાવ વધારી પ્રજા ઉપર આર્થિક બોજો વધાર્યો છે. જેને લઇનેે આજરોજ સોમવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે આજરોજ સોમવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીનાં આગેવાનીમાં ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી કાર્યકરોએ ભેગા થઈને ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર આપ્યું હતું. પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાનાં કારણે પ્રજા ઉપર આર્થિક બીજો વધી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરો દ્વારા આ મુદ્દે વારંવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

આ પહેલા પણ 17 જૂનનાં રોજ આહવા ગાંધી બાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડાંગનાં આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં દરેક કોંગ્રેસી કાર્યકરોએ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાનાં પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ડાંગ કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં રાષ્ટ્રપતિને સંબોધન કરતાં કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું હતું કે, લોકડાઉનનાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તેમજ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાં વાંરવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે, ત્યારે મોદી સરકાર,પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તેમજ એક્સાઇઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે. છેલ્લા કેટલાય દિવસેથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવે પ્રજાની કમર તોડી છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ સમિતિ સહિત આમ આદમી પાર્ટીએ પણ ભાવ વધારા મુદ્દે આવેદનપત્ર આપી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details