ગુજરાત

gujarat

ETV Bharat / state

બેરોજગાર યુવાનો દ્વારા શિક્ષણ અને વિધાસહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને આવેદન પત્ર - dang news

ડાંગ જિલ્લાનાં બેરોજગાર યુવાનો દ્વારા આજ રોજ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને શિક્ષણ સહાયક અને વિધાસહાયકની ભરતી પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલેક્ટરને આવેદન પત્ર
કલેક્ટરને આવેદન પત્ર

By

Published : Jul 27, 2020, 6:34 PM IST

ડાંગ: જિલ્લાનાં બેરોજગાર યુવાનો દ્વારા આજ રોજ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને શિક્ષણ સહાયક અને વિધાસહાયકની ભરતી પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનાં વિધાસહાયક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકનાં શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણમાં અધ્યાપક સહાયકની ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાવી દેવા બાબતે આજરોજ ડાંગનાં ટેટ અને ટાટ પાસ કરેલા બેરોજગાર યુવાનોએ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને આવેદન આપ્યું હતુ.

આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ અનુદાનિત શાળાની શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ 2017માં મંજુર કરવામાં આવ્યું હતુ. પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં વિધાસહાયક અને શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ પણ અગાઉ મંજુર થઇ ગયુ હતુ. આ બન્ને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પહેલા યોજાઇ ગઇ હતી.

23 ઓક્ટોબર 2019 રોજ પ્રસિદ્ધ થયેલી પ્રેસનોટ,3 ડિસેમ્બર 2019 ગુજરાત માહીતી બ્યુરો દ્વારા પ્રસિધ્ધ પ્રેસનોટ તેમજ શિક્ષણપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત મુજબ તારીખ 15 જાન્યુઆરી 2020એ અનુદાનીત શાળામાં શિક્ષણ સહાયકની 5106 જગ્યાઓ ઉપર તેમજ વિધાસહાયકની 3000 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી, પરંતુ 7 મહીના બાદ પણ આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી નથી.

ડાંગ જિલ્લાના ટેટ ટાટ પાસ કરેલા યુવાનોએ કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. યુવાનોએ વધુમાં જણાવ્યું હતુ કે આ ઓનલાઇન ભરતી પ્રક્રિયા કોરોના મહામારી વચ્ચે પણ થઇ શકે છે.અગામી દિવસોમાં સરકાર દ્વારા જો યુવાનોની આ માંગ પુરી કરવામાં ના આવે તો તેઓ પોતાના ઘરે સ્વેચ્છિક પ્રતીક ઉપવાસ કરશે તેવી ચીમકી પણ આપી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details