ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના આમથવા ગામે આંગણવાડી કેન્દ્ર જર્જરીત અવસ્થામાં - The village Anganwadi center is a must

ડાંગઃ સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ આમથવા ગામે હજૂ પણ નાના ભુલકાવો જર્જરીત આંગણવાડી કેન્દ્ર પર ભણવા મજબૂર બન્યાં છે. એક બાજુ સરકાર લાખોના ખર્ચે નવા-નવા મકાનોનું નવિનીકરણ કરી રહી છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોડરે આવેલ આમથવા ગામે હજુ પણ બાળકો આંગણવાડી કેન્દ્ર પર ગામના લોકો પોતાના બાળકોને જીવના જોખમે ભણાવવા મજબૂર બન્યા છે. જે એટલી હદે ખરાબ થઇ ગયુ છે. છતાં સરકારી તંત્ર જાણે ફક્ત કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ એની રાહ જોઇ રહ્યુ હોય એવુ માલુમ પડી રહ્યું છે.

dang
ડાંગ જિલ્લાના આમથવા ગામે આંગણવાડી કેન્દ્ર જર્જરીત અવસ્થામાં

By

Published : Jan 10, 2020, 6:05 PM IST

આ બાબતે ગામના આગેવાન સુભાષભાઇ અને ગ્રામ જનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર અને ICDS વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ જે દેખાય રહ્યું છે. જયા સરકાર નાના નાના ભુલકાવોને નાનીથી મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક સુવિધાઓ આપી રહી છે. પરંતુ ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ આમથવા ગામે જાણે બાળકો હજુ પણ 1980ની જીવનશૈલીમાં જીવી રહ્યા છે. છતાં સરકારી તંત્રએ આબાબતે કેમ ધ્યાન નથી આપતા.

ડાંગ જિલ્લાના આમથવા ગામે આંગણવાડી કેન્દ્ર જર્જરીત અવસ્થામાં

એક બાજુ ગુજરાત અને ડાંગ પ્રગતિ કરી રહીયુ છે અને બીજી બાજુ સુબીર તાલુકાના આંગણવાડી કેન્દ્રો છે. જયા સરકારી તંત્ર આંખ આડા કાન કરી રહી છે. જેમાં ઉતમ નમુનો આમથવા ગામે છે. આ બાબતે વહેલી તકે તંત્ર જાગે અને કોઇ મોટી દુર્ઘટના સર્જાઈએ પહેલાં સરકારી તંત્ર જાગેએ જરૂરી બન્યું છે અને એજ પ્રજાની માંગ છે.

ABOUT THE AUTHOR

...view details