ડાંગ જિલ્લાના ગિરિમથક એવા સાપુતારામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેને પગલે અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સાપુતારામાં જલ્લા પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહિવટ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજનના કરવામાં આવતું હોય છે. ત્યારે મોનસુન ફેસ્ટિવલના આયોજન સંદર્ભે શુક્રવારના રોજ કલેક્ટરના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરાવમાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે તમામ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોન્સુન ફેસ્ટીવલ દરમિયાન નાનામાં નાની બાબતોની કાળજી લેવાય અને તકેદારીના ભાગરૂપે કોઇપણ જાતની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
સહેલાણીઓને પુરતી સુવિધા મળે તે માટે વહીવટી તંત્ર કટીબધ્ધ છે. સાપુતારાના ફરવાલાયક સ્થળો ગવર્નર હીલ, બોટીંગ, પાર્કીંગ, સનસેટ પોઇન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ગાર્ડન જેવા તમામ સ્થળોએ સંબંધિત અધિકારીઓએ મુલાકાત લઇ ચોકસાઈ પૂર્વક કામગીરી ચકાસવાની રહેશે. તો મેડિકલ ટીમ પણ ઉપસ્થિત રહે અને માર્ગ મકાન સ્ટેટ તેમજ નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે સુચારૂ આયોજન કરે તે જરૂરી છે.