ડાંગ: જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયા બાદ અસામાજિક ગતિવિધિઓ ઉપર નજર રાખવા પોલીસ સતર્કતાથી કામ કરી રહી છે. જેના અનુસંધાને ડાંગ SPની સૂચના મુજબ આહવા LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસની ટીમે વઘઇ તાલુકાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર દગડપાડા ગામના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
ડાંગ LCBની ટીમે વઘઇના દગડપાડા ગામથી રેતી ચોરનારા શખ્સની ધરપકડ કરી
વઘઇ તાલુકાના દગડપાડા ગામે રેતીનો ગેરકાયદે જથ્થો ભરીને જઈ રહેલા એક શખ્સની LCB ટીમે ધરપકડ કરી હતી. જેમાં પોલીસની ટીમે કુલ રૂપિયા 3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડાંગ LCB
તે દરમિયાન એક ટ્રેક્ટર નંબર GJ-19 AM-0144 નંબર વગરના ટ્રેલર સાથે પસાર થયું હતું. જેમાં પરમીટ વગર 4 ટન રેતી ભરેલી હતી. આ રેતીની બજાર કિંમત રૂપિયા 10 હજાર અને ટ્રેક્ટરની કિંમત રૂપિયા 3 લાખ એમ કુલ રૂપિયા 3.10 લાખનો રેતી સાથેનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રેક્ટર ચાલક સખારામ દલુભાઈ રાઉત વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.