- ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગનાં 2 યુવાનોની આત્મહત્યા મુદ્દે આવેદન
- પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ રીતના યુવાનોની આત્મહત્યા
- ડાંગ BSP દ્વારા યુવાનોને ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આવેદન
2 આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા મુદ્દે BSP દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર અપાયું - BSP dang news
ડાંગ જિલ્લાનાં વઘઇ દોડીપાડાનાં 2 યુવાનોની ચીખલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા મુદ્દે શુક્રવારે ડાંગ BSP પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ડાંગ: જિલ્લાનાં વઘઇ દોડીપાડાનાં 2 યુવાનોએ બે ત્રણ દિવસ અગાઉ શંકાસ્પદ રીતનાં નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન (chikhali police station) માં જ ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેતા આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ મથકનાં કમ્પ્યુટર રૂમમાં વઘઇનાં 2 આદિવાસી યુવાનોએ આત્મહત્યા કરી લેતા પોલીસ ઉપર અનેક સવાલો ઊઠ્યા હતા. જેને લઈને અત્યાર સુધીમાં નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા એક PI, એક PSI તથા એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ મળીને કુલ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ ઉપર કાર્યવાહી કરવા માગ
ડાંગ BSP પાર્ટી દ્વારા ડાંગ કલેક્ટરને શુક્રવારેે આપવામાં આવ્યુ હતુ. અહી 2 આદિવાસી યુવાનોનાં પોલીસ ચોકીમાં કઈ રીતે મોત નિપજ્યા તે અંગે તપાસ થવી જરૂરી છે. તપાસ બાદ આરોપીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેમજ પરિવારને વળતર આપવામાં આવે તેવી માગ સાથે ડાંગ BSP પાર્ટીનાં પ્રમુખ મહેશ આહિરેએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ
ડાંગ જિલ્લાનાં વઘઇનાં 2 આદિવાસી યુવાનોનાં આપઘાતનાં પ્રકરણને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. તેમજ અમુક આદિવાસી સંગઠનો (Tribal organizations) દ્વારા સોમવારે ડાંગ બંધનું અલટીમેટમ પણ આપી દીધુ છે. આ બનાવ બાબતે રાજય સરકાર નિષ્પક્ષ તપાસ કરાવી કસૂરવારો સામે કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.