- ગિરા ધોધનો નજાર મંત્રમુગ્ધ કરી દેનાર હોય છે
- ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ ગામની નજીક ગિરા ધોધ આવેલો છે
- ગિરા ધોધના કારણે પ્રકૃતિ માટે મનમાં અદ્ભુત રોમાંચ અને આનંદ આવી જાય છે.
ડાંગ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ ગામની નજીક ગિરા ધોધ આવેલો છે. અંબિકા નદી અહીં ધોધ સ્વરૂપે પડે છે. જેથી અદભુત સૌંદર્ય જોવા મળે છે દૂર-દૂર સુધી અહીં પાણીના પાડવાનો અવાજ આવે છે. ગિરા ધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો હોય છે. જેને જોઈને પ્રકૃતિ માટે મનમાં અદભુત રોમાંચ અને આનંદ આવી જાય છે. અહીં ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે. ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઇ નજીક આવેલો ગિરા ધોધ, વઘઇથી સાપુતારા જતા માર્ગ પર વઘઇથી આશરે ચાર કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે. પ્રવાસીઓ સાપુતારા જવા પહેલા ચોક્કસથી આવે છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લાના વઘઇ પાસે આવેલો Gira Dhodh સક્રિય બનતા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી
અદભુત સૌંદર્યને ગિરા ધોધ નામે ઓળખવામાં આવે છે
દક્ષિણ ગુજરાતમાં એને નાનાં-મોટાં ધોધ આવેલા છે. ગુજરાતના સૌથી મોટા અને સુંદર વોટરફોલ્સમાં ગિરા ધોધનું નામ મોખરે છે. ગિરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. વઘઈના આંબાપાડા નજીક આ ધોધ આવેલો છે. જેનું નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ અદભુત સૌંદર્યને ગિરા ધોધ નામે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો:ડાંગના વઘઇમાં 3 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર પાણી પાણીના નીર રેલાયા
પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ જાય છે
ઓછા લોકો જાણે છે કે, જે અદ્ભુત નજારો તેઓ જોઈ રહ્યા છે. તે ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે ચોમાસું આવે છે. ત્યારે નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ જાય છે અને ધોધ સ્વરૂપે ગિરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.