ડાંગ : ગિરિમથક સાપુતારા વિસ્તારમાં 2017થી 2019ના વર્ષ દરમિયાન પ્રોહીબિશનને લગતા 64 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં વિવિધ બ્રાન્ડની 19,000 બોટલોનો જથ્થો જેની બજાર કિંમત 52 લાખ જેટલી થાય છે.
સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો - પ્રાંત અધિકારી કાજલ ગામીત
ગિરિમથક સાપુતારા ખાતે ત્રણ વર્ષ સુધીનો પ્રોહીબિશન ગુના હેઠળ 52 લાખનો વિદેશી દારૂને કોર્ટનાં આદેશ બાદ રોલર ફેરવી નાશ કરી દેવાયો હતો.
ગિરિમથક
જેમાં ગુરુવારે પ્રાંત અધિકારી કાજલ ગામીત, DYSP આર.ડી.કવા, સાપુતારા PSI એમ.એલ.ડામોર, હે.કો.રતનભાઈ હડશ, તેમજ નરેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ, જી.આર.ડી.ઓની હાજરીમાં હેલિપેડ વિસ્તારમાં દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.