- જિલ્લાના વડામથક આહવાના PSIનો કોરોનાએ ભોગ લીધો
- PSI યોગેશ અમરેલિયા રાજકોટમાં સારવાર હેઠળ હતા
- PSIના નિધનથી પોલીસ સ્ટાફમાં શોકની લાગણી જોવા મળી
આ પણ વાંચોઃમાર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન
ડાંગઃ જિલ્લાના વડામથક આહવામાં કોરોનાએ એક PSIનો ભોગ લીધો છે. આહવાના PSI યોગેશ અમરેલિયા કોરોના સંક્રમિત થતા તેઓ રાજકોટમાં સારવાર હેઠળ હતા. તેમનું નિધન થતા પોલીસ સ્ટાફમાં શોક જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃપ્રખ્યાત સંગીતકાર શ્રવણનું કોરોનાને કારણે થયું નિધન
સારવાર દરમિયાન PSI કોરોના સામેની લડાઈ હાર્યા
યોગેશ અમરેલિયા છેલ્લા 7 મહિનાથી PSI તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના સંક્રમિત થતા તેમને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. મહત્વનું છે કે, કોરોનાના કપરા કાળમાં પણ જીવને હાથમાં લઈને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. અત્યાર સુધી અનેક પોલીસ કર્મચારીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.