આહવા: કોવિડ-19 ની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આહવાની સરકારી વિનિયન અને વાણીજ્ય કૉલેજને ગુજરાત યુનિવર્સિટીનું પરિક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
આહવા કૉલેજને ગુજરાત યુનિવર્સિટીનુ પરિક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું - Gujarat University
કોવિડ-19ની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આહવાની સરકારી વિનિયન અને વાણીજ્ય કૉલેજને ગુજરાત યુનિવર્સિટીનુ પરિક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણીજ્ય કૉલેજના આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ સંલગ્ન કૉલેજોમાં અભ્યાસ કરતા M.A, M.ED,M.COM સેમ-4ના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ પરીક્ષાઓ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ માટે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સરકારી વિનિયન અને વાણીજ્ય કૉલેજ, આહવા-ડાંગને આ પરીક્ષાઓ માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેમાં 2 તબક્કાઓમાં તારીખ 3 સપ્ટેમેબરથી 10 સપ્ટેમ્બર 2020 અને તારીખ 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર 2020સુધી પરીક્ષાઓનું આયોજન કરાયું છે.