ગુજરાત

gujarat

ETV Bharat / state

AHTU ડાંગ જિલ્લા પોલીસે બાળસુરક્ષા અંગે તાલીમ યોજી - ડાંગ ન્યૂઝ

ડાંગઃ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા (તોરણ હોટલ ) ખાતે સંકલિત બાળ સુરક્ષા એકમ, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને ‛‛બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની’’ વિષય પર એકદિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં બાળમજૂરી અધિનિયમ અને મહિલા હેલ્પલાઈન સહિતના મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

AHTU ડાંગ જિલ્લા પોલીસ અને બાળ સુરક્ષા સાથે સબિંધિત વિભાગોની તાલીમ યોજાઈ

By

Published : Oct 25, 2019, 5:31 AM IST

Updated : Oct 25, 2019, 6:01 AM IST

સાપુતારામાં સંકલિત બાળ સુરક્ષા એકમ, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને ‛‛બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની’’ વિષય પર એકદિવસીય તાલીમ યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં પોલીસ વડા શ્વેતા શ્રીમાળીએ જણાવ્યું હતું કે, "આજની તાલીમમાં બાળકોને કાયદાકીય માહિતી આપવામાં આવશે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પણ ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવુ જોઈએ. જેથી બાળકોમાં ભયમુક્ત થઈ પોતાની વાત નિઃસંકોચપણે કહી શકે. આજે બાળકો વિરૂધ્ધ થતાં ગુનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌને ન્યાય મળે તેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો."

AHTU ડાંગ જિલ્લા પોલીસે બાળસુરક્ષા અંગે તાલીમ યોજી

નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવાએ સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, "પોલીસ એક મશીનરી છે. જેથી મેનેજમેન્ટ થી કામ કરવાનું છે. બાળકોના કેસોમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરી બાળક સાથે કામ કરતા વિભાગોને સાથે રાખી નિવેદન લેવુ જોઈએ."

તાલીમના માર્ગદર્શક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરીએ જણાવ્યું હતું કે "ડાંગ જિલ્લા ખાતે બાળકોને મળતી યોજનાઓનું યોગ્ય રીતે મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. બાળકને શ્રેષ્ઠ હિતો અપાવવા માટે દરેક વિભાગોના સહકારથી કામ કરવુ પડશે. બાળકનું પરિવારમાં પુનઃસ્થાપન થાય અને સુમેળથી જીવન વિતાવે તેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે."

AHTU ડાંગ જિલ્લા પોલીસ અને બાળ સુરક્ષા સાથે સબિંધિત વિભાગોની તાલીમ યોજાઈ

લેબર ઓફિસર એસ.એસ.શાહે બાળ મજૂરી અધિનિયમ-1986 ની માહિતી આપી હતી કે,"14 વર્ષની નીચેના બાળકને કોઇપણ જગ્યાએ કામે રાખવા પર કાયદાકીય દંડ અને સજાની જોગવાઈ છે. કારખાનેદારે કે દુકાનદારોએ બાળકના ઉંમરના પુરાવાઓ રાખવા જરૂરી છે. બિન સંસ્થાકિય સંભાળ અધિકારી નિકોલસ વણકરે સંકલિત બાળ સુરક્ષા યોજનાની માહિતી, લીગલ કમ પ્રોબેશન ઓફિસર ભૂપેન્દ્ર ધૂમે જે.જે.એકટ-2015 પોકસો એક્ટ-2012 બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જીગ્નેશ ચૌધરીએ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006,ચાઈલ્ડ લાઈન-1098, સાગર મિસ્ત્રીએ ચાઈલ્ડ લાઈનની કામગીરી,વર્લ્ડ વિઝન ઓર્ગેનાઈઝેશનના સંદિપ સોનીએ બાળ સુરક્ષાને લગતી કામગીરી,દહેજ પ્રતિબંધિક અધિકારી સુનિલ સોરઠીયાએ બાળકો અને મહિલાઓની કાયદા વિશે તથા સર્કલ પોલીસ ઈન્સપેકટરશ્રી અજમેરીએ AHTU અને ITPA Act વિશે વિસ્તૃત માહિતી આપી હતી."

આ તાલીમમાં જે.આઈ.વસાવા PI, PSI ચાઈલ્ડ લાઈન-1098,181 અભયમ મહિલા હેલ્પ લાઈન,ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આહવાના કર્મચારી, કો-ઓર્ડિનેટર,વર્લ્ડ વિઝન ઓર્ગેનાઈઝેશન સભ્યો, ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ અને જે.જે.બી. સાથે કુલ-95 અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શાબ્દિક સ્વાગત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોષીએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર ધૂમ અને આભારવિધિ દિવ્યેશ વણકરે કરી હતી.

Last Updated : Oct 25, 2019, 6:01 AM IST

ABOUT THE AUTHOR

...view details