- ડાંગ જિલ્લામાં 10 મહિના બાદ 65 શાળાઓ શરૂ થઈ
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શાળામાં કરાયું સ્વાગત
- જિલ્લાશિક્ષણાધિકારીએ ઉપસ્થિત રહેને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો
ડાંગઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત બાદ 11મી જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ. સી. ભુસારા અને ઈ. આઈ વિજય દેશમુખના માર્ગદર્શન હેઠળ કુલ 65 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ ચૂકી છે, જેમાં સોશિયલ ડિસ્ટનસિંગ અને થર્મલ સ્ક્રીનિંગ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
10 મહિના બાદ ડાંગ જિલ્લામાં 65 શાળા શરૂ થઈ ડાંગ જિલ્લામાં શાળાઓ ચાલુ થતા વાલીઓમાં ખુશી ડાંગ જિલ્લામાં આજ રોજ શાળાઓ ચાલુ થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં માર્ચ મહિનાથી આ શાળાઓ બંધ થઈ ગઈ હતી. લૉકડાઉન દરમિયાન બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું, પરંતુ ડાંગ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ દરેક બાળકો માટે શક્ય ન હતું અને મોટા ભાગના બાળકો શિક્ષણથી વંચિત જોવા મળ્યા હતા. વધુમાં નેટવર્ક સમસ્યાઓનાં કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો.
10 મહિના બાદ ડાંગ જિલ્લામાં 65 શાળા શરૂ થઈ આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાઓને ધ્યાને રાખીને શાળાઓ ચાલુ કરાઈઅગામી દિવસોમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની શાળાઓ ચાલુ કરવામાં આવતા વિધાર્થી અને તેમનાં વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
10 મહિના બાદ ડાંગ જિલ્લામાં 65 શાળા શરૂ થઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોનું સ્વાગત કર્યું ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતેની સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળા પ્રવેશ આપ્યો હતો. ડાંગ જિલ્લાની સૌથી મોટી હાઈસ્કૂલની ગણના પામનારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામ સાંવત તથા ઈ.આઈ.વિજય દેશમુખ દ્વારા વિધાર્થીઓને આવકાર અપાયો હતો.
શાળામાં ફરિયાદ માસ્કનો ઉપયોગ કરવો
ડાંગ જિલ્લાનાં અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રથમ દિવસે પ્રવેશ પામનાર ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓને શાળામાં આવતી વખતે ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું, થર્મલ સ્ક્રીનિંગ કરાવવું,બીમાર હોય તો વિદ્યાર્થીઓએ શાળામાં આવવુ નહીં, ભીડમાં એકત્રિત થવું નહીં જેવા સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા.