ગુજરાત

gujarat

ETV Bharat / state

1989 ડાંગમાં જોવા મળ્યો હતો વાઘ બાદ ગુજરાતમાં ત્રણ દાયકે જોવા મળ્યો વાઘ - ganpat vasava

ગાંધીનગર: મહીસાગરના વન વિસ્તારમાં 6 ડિસેમ્બરના રોજ રોડ ઉપરથી પસાર થતાં એક શિક્ષકને વાઘ જોવા મળ્યો હતો. જેના તે શિક્ષકે ફોટા પણ પાડયા હતા. ત્યાર બાદ સ્થાનિક વન વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરવામાં પણ આવી રહી હતી. જેને લઇને આજે મંગળવારે રાજ્યના પ્રધાન ગણપત વસાવા વાઘ જોવા બાબતે સમર્થન આપ્યું છે તેમણે કહ્યું કે, રાજ્યમાં 1989 બાદ વાઘ જોવા મળ્યો છે. વસાવાએ કહ્યું કે લુણાવાડાના ગઢ ગામમાં વાઘની તસ્વીર પાડવામાં આવી હતી. 8 વર્ષનો વાઘ જોવા મળ્યો છે.

By

Published : Feb 12, 2019, 6:29 PM IST

વન વિભાગના અધિકારી સક્સેનાએ કહ્યું, કે જે જગ્યાએથી જોવા મળે છે. તે વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાઇટ વિઝન સીસીટીવી કેમેરા પણ લગાવીને તેને ટ્રેપ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે સોમવારે સાંજે પણ આ વાઘ સીસીટીવીમાં જોવા મળ્યો છે. જ્યારે જંગલ વિસ્તારમાં ઝાડ ઉપર તેના વાળ, નહોરના નિશાન પણ જોવા મળ્યા છે. મહીસાગર જિલ્લો જે જગ્યાએ આવ્યો છે. ત્યાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સરહદ આવેલી છે.

વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં મધ્ય પ્રદેશના જંગલમાંથી એક વાઘ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી વાઘ હોવાની વાત સ્થાનિક લોકો અને મીડિયા દ્વારા જાણવા મળતી હતી.

આ વિસ્તાર વાઘના રહેઠાણ માટે અનુકૂળ છે કે નહીં તે બાબતે વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયૂટ દ્વારા અભ્યાસ કરવામાં આવશે. તેમના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વાઘ દ્વારા શિકાર પણ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ રહી છે. કેટલાક મારણ પણ જોવા મળ્યા છે અને તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આ વિસ્તારમાંથી મળેલા અવશેષો હૈદરાબાદ અને દેહરાદુનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તો સ્થાનિક લોકોને પણ વાઘને લઈને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં સિંહ અને દિપડા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે વાઘ પણ જોવા મળતા વન વિભાગમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લે 1989માં ડાંગ જિલ્લામાં વાઘ દેખાયો હતો. ત્યારબાદ ત્રણ દાયકા પછી રાજ્યમાં વાઘ જોવા મળતા એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં સિંહ અને દિપડાની સંખ્યા વધી રહી છે. ત્યારે વાઘ જોવા મળતા હવે વાઘનું અસ્તિત્વ પણ જાળવવા માટે સરકારનો વન વિભાગ કામે લાગી ગયું છે.

ABOUT THE AUTHOR

...view details