ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારાના ઘાટમાર્ગમાં ટામેટા ભરેલો ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો - An accident occurred when the truck overturned

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યૂ-ટર્નમાં ટામેટા ભરેલો ટ્રક વૃક્ષ સાથે ભટકાઈને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાયો

By

Published : Oct 10, 2020, 10:54 PM IST

ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યૂ-ટર્નમાં ટામેટા ભરેલો ટ્રક વૃક્ષ સાથે ભટકાઈને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા હતાં.

સાપુતારાના ઘાટમાર્ગમાં ટામેટા ભરેલો ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો

મળતી માહિતી મુજબ ગત રાત્રે નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી ભુજ તરફ જઈ રહેલા ટ્રક નંબર GJ-12-AY-5378 જેની સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગામ ઘાટમાર્ગ પર બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રક પલટી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટામેટાનો જથ્થો રસ્તા પર વિખેરાઈ ગયો હતો. અકસ્માતમમાં ટ્રકનો ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થતાં તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details