ડાંગ: ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી. ઘટના સ્થળે ક્લીનરનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ટ્રક ચાલકનાં બન્ને પગ ફેક્ચર થઈ જતા જીવન મરણનાં ઝોલા વચ્ચે તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ડાંગના માલેગામ ઘાટમાર્ગમાં ગંભીર અકસ્માત - shamgahan road
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી. ઘટના સ્થળે ક્લીનરનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ટ્રક ચાલકનાં બન્ને પગ ફેક્ચર થઈ જતા જીવન મરણનાં ઝોલા વચ્ચે તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ, સોમવારે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાના પિંપળગાવ તરફથી ડુંગળીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલી ટ્રક.ન.જી.જે.06.એક્સ.એક્સ.8415નો અકસ્માત થયો હતો. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્નમાં અચાનક બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ ટ્રક પુરપાટવેગે માર્ગની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી. ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવમાં ક્લીનરને ગંભીર ઇજાઓ પોહચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકનાં બન્ને પગે ફેક્ચર થઈ જતાં જીવન મરણનાં ઝોલા વચ્ચે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અકસ્માતના બનાવમાં ડુંગળીનાં જથ્થા સહિત ટ્રકનાં ખુરદે ખુરદા બોલાઈ જતા માર્ગમાંથી પસાર થઈ રહેલ વાહનચાલકોનાં હૃદયમાં કંપારી છૂટી ગઈ હતી. આ અકસ્માતના બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.