ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ કોસબે અને જવતાળાથી મજૂરો ભરી સાયન સુગર ફેકટરીમાં જઈ રહેલો ટ્રક નંબર GJ 05 V 5003ને સાપુતારાથી મહાલ થઈ બરડીપાડાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જતા સમયે અકસ્માત નડ્યો હતો.
ડાંગ: મહાલ-બરડીપાડા વચ્ચે મજૂર ભરેલી ટ્રકને નડ્યો અકસ્માત, 8 ઇજાગ્રસ્ત - Palace
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી મહાલ-બરડીપાડાને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મહાલ અને બરડીપાડા વચ્ચે સુગર ફેક્ટરીના મજૂરોને લઈ જતી ટ્રક પલ્ટી મારી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત
આ ટ્રક મહાલ બરડીપાડા વચ્ચે ટ્રકની અચાનક બ્રેક ફેઈલ થઈ જતા આ મજૂરોથી ભરેલી ટ્રક રસ્તાની બાજૂમાં પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતું આ અકસ્માતમાં 08 લોકોને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.