ડાંગ: મળતી માહિતી મુજબ ગુરુવારે સુરત તરફથી પ્રકાશભાઈ મનોજભાઈ ચૌહાણ નામનો યુવાન મોટરસાઇકલ.નં.જી.જે.5.જી.ક્યુ.6745 ઉપર સવાર થઈ પોતાની સાસરી પીપલપાડા (ગલકુંડ) તરફ જઈ રહ્યાં હતા. જે વેળાએ સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીકના વળાંકમાં સામેથી નાસિક તરફથી કપાસનો જથ્થો ભરી પાટણ તરફ જઈ રહેલ ટ્રક.નં.જી.જે.18.એક્સ.9495નાં અડફેટમાં પુરપાટ વેગે આવી જતા ઘટના સ્થળે યુવાન નામે પ્રકાશભાઈ ચૌહાણનું ચગદાઈને પ્રાણ પંખેરૂ ઉડી જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
સાપુતારા-વધઇ આંતર રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રકના અડફેટે બાઇકચાલકનું મોત - Accident in Saputara highway
ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના ચીખલી ગામ નજીક કપાસના જથ્થા ભરેલ ટ્રકની અડફેટે મોટરસાઇકલ ચાલકનું ચગદાઈને મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
ડાંગ
આ અકસ્માતના બનાવની જાણ સાપુતારા પોલીસ મથકના PSI એમ.એલ.ડામોરને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી જઈ મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી પી.એમના અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.