ડાંગ : જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા માર્ગમાં પીંપરી ગામ નજીકનાં વળાંકમાં બે બાઇકસવાર સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડાંગના પિંપરી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, ઇજાગ્રસ્તને હૉસ્પિટલ ખસેડાયા - ડાંગ ન્યૂઝ
ડાંગનાં આહવાથી વઘઇને સાંકળતા માર્ગમાં પીંપરી ગામ નજીકનાં વળાંકમાં બે બાઇક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવારને ઇજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતો.
ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગીરા દાબદર તરફથી આહવા તરફ જઈ રહેલા મોટરસાઇકલ સવાર તેમજ આહવા તરફથી વઘઇ તરફ જઈ રહેલા બાઇક, જે આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં પીંપરી ગામ પાસેનાં વળાંકમાં પુરપાટવેગે સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બન્ને બાઇકને નુકસાન થયું હતું, જ્યારે બન્ને મોટર બાઇક સવારોને નાની મોટી ઇજાઓ પહોંચતા એક ઇસમને પીંપરી પી.એચ.સી ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે વધારે ઇજાગ્રસ્ત એવા બે ઇસમોને 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.