ડાંગઃ શુક્રવારે ડાંગ જિલ્લાનાં આહવા ડાંગ દરબાર મેળાથી પરત ફરી સુરત તરફ જઈ રહેલી ઈકો નંબર GJ-05 RG-1644 જે આહવાથી વઘઈને સાંકળતા રાજ્ય-ધોરી માર્ગનાં શિવઘાટમાં પુર ઝટપે ગુજરાત એસટી નિગમની સુરત આહવા એસટી બસ નંબર GJ-18-Z-3725નાં અડફેટે આવી જતા ઘટના સ્થળે ઈકોનાં બોનેટનાં ભાગે નુકસાન થયું હતું. આ ગંભીર અકસ્માતમાં ઈકોમાં સવાર મુસાફરો તથા ડ્રઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આહવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સલામત સવારી ST અમારીઃ STએ અડફેટે લઈ ઈકોની સલામતી બગાડી - શિવઘાટ
આહવાથી વઘઈને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલી આહવા શિવઘાટમાં એસટી બસે ઈકોને અડફેટ લીધી હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

શિવઘાટમાં ST બસ અને ઈકો વચ્ચે અકસ્માત
ડાંગ જિલ્લામાં બનેલા અન્ય એક અકસ્માતમાં આહવાથી સાપુતારાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આવેલી આહવા શિવઘાટમાં રીક્ષા નંબર GJ-15-XX-6664ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ રિક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
સલામત સવારી ST અમારીઃ STએ અડફેટે લઈ ઈકોની સલામતી બગાડી
Last Updated : Mar 6, 2020, 9:22 PM IST