- ડાંગ, નવસારી અને બારડોલી 181 અભયમ્ ટીમની સંયુક્ત કામગીરી
- ચીંચલી ગામની મહિલાને પોતાના પરિવાર જોડે કરાવ્યું મિલન
- ઘરથી ભુલી પડેલી મહિલાને પરિવાર જોડે કરાવ્યું મિલન
સુરત:જિલ્લાના બારડોલી-પલસાણા હાઈ-વે ઉપર એક અજાણી યુવતીને કેટલાક દિવસોથી રખડતી, રઝળતી હાલતમાં જોઈને, કોઈક સેવાભાવી વ્યક્તિએ રાજ્યની 181-મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ત્યાર બાદ હરકતમાં આવેલી બારડોલી પોલીસ સ્ટેશન સ્થિત 181-અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે તરત ઘટના સ્થળે જઈને આ યુવતી સાથે સંવાદ સાધ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં 2 વર્ષથી ઘરમાં પૂરાઈ રહેલા માતા-પુત્રને 181 અભયમની ટીમે મુક્ત કરાવ્યા
વાતચીત દરમિયાન આ યુવતી ડાંગ જિલ્લાની હોવાનું અને તેણી અહીં ભૂલી પડી ગઈ છે તેવું જાણવા મળ્યું હતું. ઘરે કંઈ રીતે જવું તે નક્કી કરી શકતી ન હતી. તેમ ફલિત થયું હતું. ત્યાર બાદ અભયમ્ રેસ્કયુ વાનના કર્મયોગીઓએ આ યુવતી સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરતા તે આહવા તાલુકાના ચીંચલી ગામની છે અને તેણીના પિતાનું નામ શિવાજી હોવાનું બહાર આવ્યુ હતું.
ડાંગનાં ચીંચલી ગામની ભૂલી પડેલી મહિલાને 181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું