આહવાઃ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં બુધવારના રોજ કૉમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે નિકાસ બધું યોજના વિશેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. નિકાસ બધું યોજનાનો ઉદેશ્ય નવા અને સક્ષમ નિકાસકારો સુધી પહોંચવાનો છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાયક બનાવવા તથા ભારતમાંથી નિકાસ વધારવા માટે ગોઠવણ યોજનાઓ બનાવી વ્યક્તિગત સુવિધાઓ વગેરે દ્વારા સલાહ આપવાનો છે.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં નિકાસ બધું યોજના અંગે સેમિનાર યોજાયો
ડાંગના આહવામાં આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં ભારત સરકારના વાણિજય સચિવ દ્વારા ચાલું કરવામાં આવેલ નિકાસ- આયાત વેપાર માટેની નિકાસ બધું યોજના અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડાંગના કૉમર્સ અને સાઇન્સના વિદ્યાર્થીઓ માટે ભારતમાં પહેલી વાર, ટ્રાઇબલ વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો હતો.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં નિકાસ બધું યોજના અંગે સેમિનાર યોજાયો
સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં યોજાયેલ નિકાસ બધું યોજના કાર્યક્રમમાં જોઇન્ટ ડાયરેક્ટર ફોરેન ટ્રિપના સાહેબ સુવિધ શાહે વિદ્યાર્થીઓને આયાત નિકાસ વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અહિત પટેલ સહિત અધ્યાપકો અને કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે કાર્યક્રમનું સંચાલન ગણેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.