- બારીપાડાથી સુરગાણાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં મુંરબી-નડગચોંડ ગામ વચ્ચેના વળાંકમાં અકસ્માત
- રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતાં 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત
- બાઈકસવાર બીજા યુવાનને ગંભીર ઈજા પહોંચતા આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ડાંગઃ આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ માનમોડી થઈ ઘોડવહળ ગામેથી પોતાનું કામ પતાવી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ યુવકો મુરબી-નડગચોડ ગામ વચ્ચેના વળાંકમાં આવેલા ડિવાઈડર સાથે અથડાયા હતા. મોટરસાયકલ ઉપર સવારોમાં પંકજ કેશુભાઈ પવાર (ઉં.વ.25), રાજુ ધવળુભાઈ જાદવ (ઉં.વ.30) બંને ફંગોળાઈ ગયા હતા. જોકે, બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.