ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં મહાલ ગામે નદીમાં ડૂબવાથી યુવાનનુ મોત - Subir Police

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મહાલ ગામમાં એક યુવાનનું નદીમાં ડૂબવાથી મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ સુબીર પોલીસને થતા P.S.I. બી.આર.રબારી સહિતની પોલીસ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્ચી હતી. મૃતદેહને બહાર કાઢી તેનો કબ્જો મેળવી PM માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ડાંગ જિલ્લાનાં મહાલ ગામે નદીમાં ડૂબવાથી એક યુવાનનુ મૃત્યું થયુ
ડાંગ જિલ્લાનાં મહાલ ગામે નદીમાં ડૂબવાથી એક યુવાનનુ મૃત્યું થયુ

By

Published : Jun 12, 2020, 8:02 PM IST

ડાંગ: સુબીર તાલુકાનાં મહાલ ગામનો 40 વર્ષીય યુવાન પૂર્ણા નદીમાં માછલી પકડવા ગયો હતો, તે દરમિયાન આ યુવાનનું નદીનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતુ. આ યુવાનનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ડાંગ જિલ્લાનાં મહાલ ગામે નદીમાં ડૂબવાથી એક યુવાનનુ મૃત્યું થયુ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ મહાલ ગામનાં રહેવાસી મોહનભાઈ મંજુભાઈ કનસ્યા જેઓ ગામનાં નજીકમાંથી વહેતી પૂર્ણા નદીમાં માછલી પકડવા માટે ગયો હતો, તે દરમિયાન તે માછલી પકડતી વખતે નદીનાં ઊંડા પાણીમાં સરકીને ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતુ.

ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ સુબીર પોલીસ સાથે સુબીર પોલીસ મથકનાં P.S.I. બી.આર.રબારી સહિતની પોલીસ ટીમ તુરંત જ ઘટના સ્થળે ધસી હતી. અહી સુબીર પોલીસની ટીમે પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી તેનો કબ્જો મેળવી PM માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details