ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ - આહવાના તાજા સમાચાર

ડાંગ: દિકરીઓના જન્મનું પ્રમાણ વધારવું, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, બાળ લગ્ન જેવા સામાજીક દૂષણો દૂર કરી દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આહવામાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજવામાં આવી હતી.

ETV BHARAT
ડાંગમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

By

Published : Dec 24, 2019, 7:57 AM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, સમાજસુરક્ષા અધિકારી જીજ્ઞેશ ચૌધરી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એસ.ડી.સોરઠિયાની ઉપસ્થિતિમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ હતી.

વ્હાલી દિકરી યોજના લોન્ચીંગ કરવા સમયે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, દિકરીએ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. દિકરીઓના જન્મદર વધારવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ દિકરીઓના જન્મથી લઇને શિક્ષણ સુધી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે વ્હાલી દિકરી યોજના સફળ બનાવવા અને દિકરીઓની સંખ્યા વધારવા માટે સૌને અનુરોધ છે.

ડાંગમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે જણાવ્યું હતું કે, તાપી અને ડાંગ જિલ્લો દિકરીઓની સંખ્યા બાબતે રાજ્યમાં પ્રથમ અને દ્વિતિય ક્રમે છે. આદિવાસી અને પછાત ગણાતા વિસ્તારમાં સ્ત્રીઓને પુરૂષોની સમકક્ષ ગણવામાં આવે છે. પરંતુ સમયાંતરે માણસની વિચારધારા બદલાય છે. જેથી સમાજમાં દિકરીઓનું પ્રમાણ જળવાઈ રહે તે જોવાની જવાબદારી આપણા તમામ લોકોની છે. આપણી દિકરીઓની જવાબદારી સરકારે ઉપાડી લીધી છે, ત્યારે સારૂ કામ કરવાનો અવસર આપણને મળ્યો છે જેને સાથે મળી સાર્થક કરીએ.

ડાંગમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એસ.ડી.સોરઠિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2011ની સરખામણીમાં સમગ્ર ભારતમાં 1000 દિકરાઓની સામે 940 દિકરીઓ, ગુજરાતમાં 919 દિકરીઓ અને તાપી-ડાંગમાં 1006 દિકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં જ નોંધાયેલા 0થી 6 વર્ષના બાળકોની સંખ્યા ભારતમાં 1000 દિકરાઓ સામે 919, ગુજરાતમાં 890 અને ડાંગમાં 964 દિકરીઓ નોંધાઇ છે. આમ ડાંગમાં આપણાં માટે લાલબત્તી સમાન ચેતવણી છે.

ડાંગમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

આહવા CDDPO જિજ્ઞાશાબેન ચૌધરીએ વ્હાલી દિકરી યોજનામાં તમામ દિકરીઓને આવરી લેવા આંગણવાડી કાર્યકરોને અનુરોધ કર્યો હતો. આ યોજનામાં 2 ઑગસ્ટ 2019 પછી કે તે દિવસે જન્મેલી દિકરીઓને લાગુ પડશે. જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000, 9માં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6000 અને દિકરી 18 વર્ષની થાય ત્યારે છેલ્લો હપ્તો રૂપિયા 1,00,000 ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય ચુકવવામાં આવશે. સહાય મેળવવા માગતા દંપતિની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ. યોજના માટે અરજીપત્રક નજીકના આંગણવાડી કેન્દ્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી વિનામૂલ્યે મળી શકશે.

આ કાર્યશિબિરમાં ફિલ્ડ ઓફિસર વિકેશ ચૌધરી, સીડીપીઓ સુબીર ભાનુબેન પટેલ, વન સ્ટોપ સખી સેન્ટરના બહેનો, 181 અભયમ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details