ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં જાખાના ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર હુમલો

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન રેંજમાં લાગુ જાખાના ગામનાં ખેડૂત પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. હુમલાને કારણે ખેડુતો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

dang
ડાંગમાં જાખાના ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર હુમલો

By

Published : May 22, 2021, 11:26 AM IST

  • ડાંગમાં જાખાના ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર હુમલો
  • ઇજાગ્રસ્ત ખેડૂતને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર
  • ફોરેસ્ટ વિભાગ આ હુમલાથી અજાણ

ડાંગ: જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકનાં શામગહાન રેંજમાં લાગુ જાખાના ગામે ખેતરમાં કામ કરતા વ્યક્તિ ઉપર અચાનક જંગલી ભૂંડ દ્વારા હુમલો કરતા અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો.

ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિ ઉપર જંગલી ભૂંડનો હુમલો


શુક્રવાર સવારનાં 10 વાગ્યાનાં અરસામાં જાખાના ગામના રહેવાસી પાંડુભાઈ જાન્યાભાઈ પવાર પોતાના ખેતરમાં લાકડા કાપી રહ્યા હતા.તે અરસામાં અચાનક જંગલી ભૂંડ દ્વારા આ વ્યક્તિ ઉપર પીઠનાં પાછળના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ ગ્રામજનોને થતા તેઓએ ઇજાગ્રસ્ત ઈસમને તાત્કાલિક પ્રાઇવેટ વાહનમાં દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ગુજરાત ફોરેસ્ટની ટીમે કન્નૌજથી વન્યપ્રાણીઓની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી


ઇજાગ્રસ્ત વ્યક્તિ આહવા સિવિલમાં સારવાર હેઠળ

જાખાના ગામનાં ખેડૂત પર જંગલી ભૂંડ દ્વારા હુમલો કર્યો હોવા છતાંયે આ ઘટનાની જાણ ઇજાગ્રસ્તનાં પરિવારજનોએ શામગહાન રેંજનાં આર.એફ.ઓ પ્રસાદ પાટીલને જાણ કરવાની તસ્દી લીધી ન હતી.જંગલી ભૂંડનાં હુમલાથી બચી જનાર આ વ્યક્તિ હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details