ડાંગ: જિલ્લાના આહવામાં વોઇસ ઓફ ડાંગ સિઝન-3નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોકિલ કંઠી સંગીત પ્રેમી ગાયકોએ ભાગ લીધો હતો. વિજેતા થનારા સર્વોત્તમ ગાયકોને નિર્ણાયકોના હસ્તે શિલ્ડ, ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતાં.
આહવામાં 'વોઇસ ઓફ ડાંગ સિઝન-૩'નું આયોજન કરવામાં આવ્યું - વોઇસ ઓફ ડાંગ સિઝન-૩
ડાંગ જિલ્લાના આહવામાં 'રંગ ઉપવન હોલ' ખાતે નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીતના સૂર વોઇસ ઓફ ડાંગ સિઝન-3નું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવામાં 'વોઇસ ઓફ ડાંગ સિઝન-૩'નું આયોજન કરવામાં આવ્યું
કલાકારોમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે, મોટી સંખ્યામાં ગાયકોને સાંભળનારા સંગીત પ્રેમીઓએ આ કાર્યક્રમને માણ્યો હતો. વોઇસ ઓફ ડાંગના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભૂંસારા સાહેબ, માજી બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, ડૉ.વિનોદ ગાંધી,પ્રફુલ નાયક તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.