ડાંગ : સુબિર તાલુકામાં ક્ષય નિયંત્રણ અધિકારી પોલ વસાવા સાહેબના અધ્યક્ષતામાં ક્ષય નિયંત્રણનો કાર્યક્રમ યોજાયો હતો. સુધારેલા રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગાના નારા સાથે પંચાયતીરાજના સભ્યો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ.પોલ વસાવાએ પ્રેઝન્ટેશન દ્વારા પંચાયતના સરપંચ સભ્યોને ક્ષય રોગ વિશેની માહિતી આપી હતી.
સુબિર તાલુકાને ક્ષય મુક્ત બનાવવા કાર્યક્રમ યોજાયો - dang latest news
સુબિર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા ક્ષય નિયંત્રણ સોસાયટી ડાંગ-આહવા દ્વારા સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પંચાયતી રાજ્ય સભ્યો સેન્સિટાઇઝેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સુબિર તાલુકાને 2022 સુધીમાં ક્ષય મુક્ત બનાવવાનો છે.
જેમાં ક્ષય રોગ કઈ રીતના ફેલાય છે. તેમજ ક્ષય રોગને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય. ક્ષય રોગના દર્દીઓને આર્થિક રીતના સહાય કઈ રીતના પહોંચાડી શકે તે માટેની જાણકારી આપવામાં આવી હતી. દુનિયાના ચોથા ભાગના ટીબી દર્દીઓ ભારતમાં છે. 20 લાખ લોકોને ટીબી રોગ થાય છે. જેમાંથી 3 લાખ દર્દીઓ દર વર્ષે મૃત્યુ પામે છે. ભારતમાં અન્ય રોગો કરતા ટીબીના કારણે વધુ પુખ્ત વયના લોકોનુ મૃત્યુ થાય છે. આ રોગના કારણે સામાજિક તથા આર્થિક વિકાસને અસર પડે છે. ત્યારે સંપૂર્ણ રીતે ટીબી નાબૂદ કરવાના ઝૂંબેશ રૂપે ક્ષય નિયંત્રણ વિશે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સુબિર તાલુકા વિકાસ અધિકારી કલારા સાહેબ, મામલતદાર મહાલા, સુબિર તાલુકા પ્રમુખ યશોધાબેન, ઉપપ્રમુખ વસનભાઈ, તથા ગારખડી, મહાલ, ગાવધહાડ,અને સિગણા ગામના સરપંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.