ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના મોગરા ગામ નજીક ઇંટનો જથ્થો ભરેલી ટ્રક પલટી ગઈ - truck overturned near mogara village of dang

ડાંગ જિલ્લાના આહવા પાસે અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોગરાથી ટાંકલીપાડા ગામને જોડતા આંતરીક માર્ગ પર ઈંટનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે.

ડાંગના મોગરા ગામ નજીક ઇંટનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત
ડાંગના મોગરા ગામ નજીક ઇંટનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત

By

Published : Jul 23, 2020, 9:40 PM IST

ડાંગ: ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા તરફથી ઈંટનો જથ્થો ભરી ટાંકલીપાડા ગામ તરફ જઈ રહેલી એક ટ્રકનો મોગરા ગામથી ટાંકલીપાડાને જોડતા આંતરિક માર્ગ પર અચાનક બ્રેક ફેઈલ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ડાંગના મોગરા ગામ નજીક ઇંટનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત

આ બનાવમાં ટ્રકના ભાગો સહિત તેમાં ભરેલ ઈંટનો જથ્થો વિખરાઈને તૂટી જતા જંગી નુકસાન પહોંચ્યું છે જ્યારે ટ્રકચાલકને નજીવી ઇજાઓ પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details