- કોરોના વેક્સિનનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરાયું
- અત્યાર સુધીમાં 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો
- કોરોનાના 2 કેસો આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ડાંગ : દેશભરમાં તબક્કાવાર કોરોના વેક્સિનનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પહેલાં કોરોનાં વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે.
જિલ્લામાં કોરોનાં વાઈરસના 2 એક્ટિવ કેસ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં તબક્કાવાર વેક્સિન આપવાનો પ્રારંભ આહવા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. જે બાદ હવે જિલ્લાની સી.એચ.એ. હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં પ્રથમ તબકકામાં કુલ 1200 જેટલાં આરોગ્યકર્મીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 649 લોકોએ વેક્સિન લીધી છે.
જિલ્લામાં 649 કોરોના વોરિયર્સે વેક્સિન લીધી