- જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન
- અન્ય કર્મીઓને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા કાર્યરત
- જિલ્લાને કોરોનામુક્ત ઝોન તરફ લઈ જવાનો પ્રયાસ
ડાંગઃ સમગ્ર દેશમાં કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાનાં તમામ શિક્ષકો, જિલ્લા પંચાયતના કર્મીઓ, જિલ્લા સેવા સદનનાં કર્મીઓ જેમાં તલાટી કમ મંત્રી વગેરે મળી કુલ 5,078 કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસની રસી માટેનું અભિયાન જિલ્લાના 10 PHC, 3 CHC અને સિવિલ ખાતે રસીકરણ
જિલ્લાનાં 10 PHC, 3 CHC અને એક સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓ દ્વારા શિક્ષકો સહિત અન્ય વર્ગ-3નાં કર્મચારીઓને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે રસી આપવામાં આવી હતી. જિલ્લામાં આ પહેલા આરોગ્યકર્મીઓ, ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને અન્ય કર્મીઓએ કોરોના વાઈરસની પ્રથમ રસી લીધી છે. હવે ધીમે ધીમે અન્ય કર્મીઓને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા કાર્યકત છે અને જિલ્લાને કોરોનામુક્ત ઝોન તરફ લઈ જવાનો સફળ પ્રયાસ હાથ ધરાયો છે.