ડાંગ: વઘઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના DFO દિનેશ રબારીને મળેલી હતી. જે બાતમીને આધારે ચીચીનાંગાવઠા રેંજ RFO ભોયે તેમજ વનકર્મીઓની ટીમે વઘઇ ભેંસકાતરી માર્ગ પર આવેલા ઝાવડા નાકા પર નાકાપર ચેકીંગ આરંભ્યુ હતું.
ડાંગ વન વિભાગની ટીમે સાગી લાકડાના તસ્કરોનો 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો - ચીચીનાગાંવઠા વન વિભાગ
ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગની ટીમે પીપલવાડા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી કુલ 45 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ દરમિયાન રાત્રીના 10:30 કલાકના સુમારે કોયલીપાડા તરફથી એક શંકાસ્પદ મારૂતી વાન નંબર GJ 06 CB 3738 પસાર થતી દેખાતા વનકર્મીઓએ બાતમી વાળી મારૂતિ વાનનો ફિલ્મી ઢબે પીછો કરી તાપી જિલ્લાના સરહદી વિસ્તારના પીપલવાડા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં વાનને ઝડપી પાડી હતી. વળી લાકડા ચોરીને અંજામ આપનારા વાન ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જયારે વનકર્મીઓએ મારૂતિ વાનની અંદર તપાસ કરતા મારૂતી વાનની અંદર છુપાવેલા ગેરકાયદે 06 નંગ 0.67 ધન મીટરના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમત રૂ 25 હજાર છે, જયારે મારૂતિ વાનની કિ.રૂ. 20 હજાર મળી કુલ 45 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગની ટીમે ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી કરનારા ભાગી છુટેલા ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.