ગુજરાત

gujarat

By

Published : Jan 17, 2021, 4:42 PM IST

ETV Bharat / state

ડાંગમાં 108ની ટીમે કરી બરડા ગામની મહિલાની સફળ પ્રસૃતિ

ડાંગમાં 108 એમ્બ્યુલન્સનાં કર્મીઓએ સુબિર તાલુકાનાં બરડા ગામની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૃતિ કરાવી હતી. માતા અને નવજાત શિશુને નવજીવન બક્ષતા 108 કર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ડાંગમાં 108ની ટીમે કરી બરડા ગામની મહિલાની સફળ પ્રસુતિ
ડાંગમાં 108ની ટીમે કરી બરડા ગામની મહિલાની સફળ પ્રસુતિ

  • બરડા ગામની મહિલાની સફળ પ્રસુતિ
  • સમયસર પહોંચી 108 ની ટીમ દ્વારા મહિલાની સફળ પ્રસૃતિ કરાવાઈ
  • 108 કર્મીઓ દ્વારા મહિલાની વાન માં જ સફળ પ્રસુતિ કરાવાઈ

ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બરડા ગામે રહેતી 22 વર્ષીય સગર્ભા આશાબેન ગમનભાઈ ભોયેને ગતરોજ મધ્યરાત્રીનાં સમયે આકસ્મીક પ્રસૃતિનો દુખાવો થતા, આ મહિલાના પરીવારજનોએ ગામની આશાવર્કર બહેનને જાણ કરી હતી. આશાવર્કરે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. સુબીર તાલુકાનાં ગારખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સને કોલ મળતાં ઘટનાં સ્થળે રવાનાં થઈ હતી.

મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવાની ફરજ પડી

108 એમ્બ્યુલન્સની ટીમ તુરંત જ સર્ગભા મહિલા આશાબેન ભોયેનાં ઘરે પહોંચી આ સગર્ભાને ચેક કરી તુરંત જ સુબીર સીએચસી ખાતે લઈ જવા માટે રવાના થયા હતા. આ સગર્ભા મહિલાને રસ્તામાં જ અસહ્ય દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સનાં ઈએમટી સંદીપ પવારની ટીમને આ મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવાની ફરજ પડી હતી.

પરિવારજનોએ 08 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો

ઈએમટી પાયલોટ દિલીપ ચૌધરીએ 108 એમ્બ્યુલન્સ માર્ગની સાઈડમાં ઉભી રાખી આ સગર્ભા મહિલાની પ્રસૃતિ કરાવતા નવજાત શિશુનાં ગળામાં નાળ વીંટળાયેલા હતી. કપરી સ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર 108 એમ્બ્યુલન્સની ટીમે સફળ ડિલેવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું હતુ. જે બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે વધુ સારવાર માટે બાળક અને માતાને સુરક્ષિત રીતે સુબીર સીએચસી ખાતે દાખલ કરતા આ મહિલાનાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ ટીમ ગારખડી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details