ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કોરોનાના 3 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. જેને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમે સોમવારે બપોરના અરસામાં આહવા નગરમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું.
આહવામાં ઇલેક્ટ્રીક દુકાનના વેપારીએ જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો નોંધ્યો - ડાંગમાં જાહેરનામાનો ભંગ
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાના નવાપુર રોડ પર આવેલી ઇલેક્ટ્રીકના દુકાન સંચાલકે પોતાની મનમાની ચલાવી જાહેરનામાનો ભંગ કરી ગ્રાહકોને ભેગા કર્યા હતા. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આહવાના નવાપુર રોડની ઇલેક્ટ્રીક દુકાનનો વેપારી જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી
આ દરમિયાન આહવા નવાપુર રોડ પર હનુમાનજી મંદિર સામે આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનનો સંચાલક બલવિર ગંગારામ ગૌતમે દુકાનમાં ગ્રાહકોને લાઈનમાં રાખવાની જગ્યાએ ટોળામાં ભેગા કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી આહવા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય દુકાન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસે લોકડાઉન પૂરું થયા બાદ દુકાન સંચાલકને આહવા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું હતું.