ગુજરાત

gujarat

ETV Bharat / state

વઘઈ તાલુકાના ભદરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત

ડાંગ :રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ વહીવટની પ્રતિતિ કરાવતો કાર્યક્રમ એટલે સેવાસેતુ. સમગ્ર રાજ્યમાં સતત એક મહિના સુધી સેવાસેતુના કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વઘઈ તાલુકાના ભદરપાડા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો.

etv bharat

By

Published : Oct 18, 2019, 10:01 PM IST

વઘઈ તાલુકાના ભદરપાડા ગામની પ્રાથમિક શાળા ખાતે શુક્વારના રોજ રાજ્ય કક્ષાના વન અને આદિજાતિ વિકાસ અને ડાંગ પ્રભારી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો.

વઘઈ તાલુકાના ભદરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવાસેતુના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આપણાં ગુજરાતમાં કુલ 41 લાખ કુટુંબો ગરીબી રેખા નીચે આવે છે. જેમાં 33 લાખ કુટુંબો બીપીએલવાળા અને 8 લાખ કુટુંબો અંત્યોદય વાળા છે. પ્રભારી રમણલાલ પાટકરે સેવાસેતુના લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજે 3૦૦ જેટલા પ્રશ્નો આવ્યા છે. જેમાં મોટાભાગના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.તેમજ વહીવટી તંત્ર ખૂબ કુશળતાથી આ કાર્ય કરે છે. એમ અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.

વઘઈ તાલુકાના ભદરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્મમાં પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે સ્વાગત પ્રવચન કરી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. તેમજ સેવાસેતુના આ કાર્યક્રમમાં આધારકાર્ડ, જન્મ-મરણના દાખલાઓ, આવક-જાવકના પ્રમાણપત્ર, મહેસુલી પ્રશ્નો જેવી કુલ 53 પ્રકારની સેવાઓના લાભ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.આ કાર્યક્મમાં તાલુકા પ્રમુખ સંકેતભાઈ બંગાળ, બાબુરાવ ચૌર્યા, એસીએફ ગામીત, જીનલ ભટ્ટ, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વઘઈ તાલુકાના ભદરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વઘઈ તાલુકાના ભદરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details