ડાંગ: જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શામગહાન ગામ નજીકનાં વળાંકમાં બે ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ રવિવારે મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિક ખાતે રેતીનો જથ્થો ખાલી કરી પરત ચીખલી જઈ રહેલા ટ્રક નં GJ 21.W-7059 તથા વાંસદાથી સિમેન્ટનાં બ્લોકનો જથ્થો ભરી સાપુતારા તરફ જઈ રહેલા ટ્રક વચ્ચે રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ગામ નજીકનાં ત્રણ રસ્તા પાસેનાં વળાંકમાં સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
ડાંગના શામગહાન ગામ નજીક 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો - Dang Accident News
ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શામગહાન ગામ નજીક બે ટ્રક સામ સામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડાંગના શામગહાન ગામ નજીક 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
આ અકસ્માતમાં ટ્રકનાં બોનેટનાં ભાગે નુકસાન થયું હતું. જ્યારે અન્ય ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. જેને સારવાર અર્થે શામગહાન CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.