ડાંગ : જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક માલવાહક કન્ટેનર પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડાંગમાં કન્ટેનર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો - A serious accident occurred when the container overturned in Dang
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક માલવાહક કન્ટેનર પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
![ડાંગમાં કન્ટેનર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6699590-115-6699590-1586261187015.jpg)
ડાંગમાં કન્ટેનર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો
મંગળવારે અમદાવાદ તરફથી માલસામાનનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં નાશીક તરફ જઈ રહેલ કન્ટેનરના ડ્રાઇવરે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવી દેતા કન્ટેનર માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. જોકો ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી નહી. પરંતુ કન્ટેનરમાં ભરેલો માલ સામાન વેરવીખેર થઇ જતા નુકસાન પહોચ્યું હતું.
ડ્રાઇવર અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.