પોષણ માસ અંતર્ગત મહિલાઓની જાતિય સતામણી અંગેડ સેમીનાર યોજાયો - મહિલાઓની જાતિય સતામણી
ડાંગઃ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ તેમજ પોષણ માસ અંતર્ગત પોષણ સેમીનારની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

A seminar on sexual harassment of women was held in Dang
મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી વિષયે કાયદાકીય જાણકારી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા,આચાર્યા શ્રીમતિ હેતલબેન રાઉત,સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિગ્નેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયા,ફિલ્ડ ઓફિસરશ્રી વિકેશ ચૌધરી સહિત ૧૪૨ જેટલી વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.