- વન અધિકાર ધારા અંગે સમીક્ષા બેઠક યોજાઇ
- આદિવાસીઓને જમીનના હક આપવા બાબતે સરકાર હકારાત્મક
- ડાંગ જિલ્લા વહીવટી વિભાગના કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
ડાંગના આહવા ખાતે વનપ્રધાન ગણપત વસાવાની અધ્યક્ષતામાં વન અધિકાર ધારા અંગે સમીક્ષા બેઠક યોજાઈ - ganpat vasava
ડાંગ જિલ્લાના આહવા ખાતે વન અધિકાર ધારા હેઠળના કેસોની જોગવાઈ માટે સમીક્ષા બેઠક આદિજાતિ અને વનપ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં યોજાઈ હતી.
ડાંગ: આહવા ખાતે વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વન અધિકાર ધારા હેઠળના કેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં રહેતા વન અધિકાર અધિનિયમ હેઠળના સાચા લાભાર્થીઓને જમીનના હક આપવા બાબતે સરકાર હકારાત્મક છે, ત્યારે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાયદાનું સાચું અર્થઘટન કરીને આવા લાભાર્થીઓને લાભ આપવા બાબતે ઉપયોગી માર્ગદર્શન આપતા રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને મહિલા બાળ કલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવાએ આ બાબતે ખૂબ જ સંવેદના સાથે આવા કેસોમાં પુન:સમીક્ષા કરવાની હિમાયત કરી હતી.