ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ઉનાળાની તપતી ગરમીમાં શિતળતાનો અનુભવ - A reversal in the atmosphere of Dang district

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવવાનાં કારણે ઉનાળાની ગરમીમાં સવારમાં વાતાવરણ ઠંડુ થયુ હતું. ગિરિમથક સાપુતારા પંથકમાં ધુમ્મસીયુ વાતાવરણ પ્રસરી જતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો, ઉનાળાની તપતી ગરમીમાં પણ શિતળતાનો અનુભવ
ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો, ઉનાળાની તપતી ગરમીમાં પણ શિતળતાનો અનુભવ

By

Published : May 30, 2020, 7:40 PM IST

ડાંગઃ જિલ્લાનાં વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલ્ટો આવવાનાં કારણે ઉનાળાની ગરમીમાં સવારનાં સમયે જ વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઇ હતી. સાથે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં સુમસામ સ્થળો ખાતે ધુમ્મસીયુ વાતાવરણ પ્રસરી જતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો, ઉનાળાની તપતી ગરમીમાં પણ શિતળતાનો અનુભવ

ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે લોકડાઉનનાં કારણે પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઈ પડ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રવાસન તરીકે પ્રખ્યાત સાપુતારાનું નજરાણુ આ ઉનાળાની તપતી ગરમીમાં પણ શિતળતાનો અનુભવ કરાવે છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં વહેલી પરોઢિયે ગાઢ ધુમ્મસીયુ વાતાવરણ છવાઈ રહેતા અહીનાં સમગ્ર સ્થળો વિલુપ્ત થઈ ગયા હતા.

પર્વતમાળાની ટોચ પર બિરાજતા ગિરિમથક સાપુતારામાં ધુમ્મસ છવાઇ જતા આકાશી વાદળોમાં ઉડતા ધુમ્મસનો અનેરો નજીરો સર્જાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે કાળઝાળ ગરમીમાં પણ પ્રવાસીઓ ઠંડક મેળવવા માટે આવતા હોય છે.

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો, ઉનાળાની તપતી ગરમીમાં પણ શિતળતાનો અનુભવ

અહી મોજમસ્તી માટેની તમામ એડવેન્ચર એક્ટીવીટીઓ ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં લોકડાઉનનાં પગલે અહી તમામ હોટેલો બંધ રાખવામા આવી છે. સાથે પ્રવાસન ઉધોગની તમામ પ્રવૃતીઓ બંધ જોવા મળી રહી છે.

જેના કારણે સાપુતારાનાં શાંત વાતાવરણમાં કુદરતી ધુમ્મસ છવાઇ જતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે ગામડાઓમાં શિતળ પવન ફુકાતા ડાંગી જનજીવને ગરમીમાંથી રાહત અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details