જિલ્લાના ખેડૂતોને ખાતરની ઉપયોગીતા સમજાવવા ખાસ પ્રકારના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.વણકર, તાલુકા પંચાયત પ્રમુખ સંકેત બંગાળ, સંયુક્ત ખેતી નિમાયક એન.કે.ગાબાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ, GNFC ડેપો મેનેજર પી.કે.જાની, GSFC ડેપો મેનેજર કે.એસ.પટેલ હાજર રહ્યા હતા. જેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર વગેરેના લાભ અને ઉપયાગીતા અંગે સમજણ આપી હતી. તથા જમીનની ફળદ્રુપતા જાળવવા સહભાગી બનવા સૂચન કર્યુ હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ ખાતે જાગ્રતા કાર્યક્રમ યોજાયો - lilo padvas
ડાંગ: જિલ્લાના ખેડૂતોમાં ખાતરની ઉપયોગિતા અંગે જાગૃતતા કેળવવાના હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાતર અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી. જેમાં 120થી વધારે ખેડૂતો જોડાયા હતા.

વઘઇમાં ખેડૂતોને ખાતરની ઉપયોગીતા સમજાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો
કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને બાળકોમાં રહેલા કુપોષણ અને કૃષિલક્ષી વિવધ સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જાણકારો દ્વારા સજીવ ખેતી, જીવામૃત, લીલો પડવાશ, છાણીયું ખાતર, વર્મી કંપોસ્ટ અને ઓર્ગેનિક કિચન ગાર્ડન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનો લાહ્વો લેવા જિલ્લાના 120થી વધારે ખેડૂત હાજરી આપી હતી.