ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં આમસરવળન ગામ પાસે પશુ ભરેલી પિકઅપ વાન પલટી

ડાંગ જિલ્લાનાં આમસરવળન ગામ પાસેના વળાંકમાં પશુઓ ભરેલી પિકઅપ વાન પલટી ખાઇ જતા એક ગાય અને વાછરડુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પિકઅપ વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે આહવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડાંગ
ડાંગ

By

Published : Apr 27, 2021, 3:12 PM IST

Updated : Apr 27, 2021, 9:30 PM IST

  • ડાંગના આમસરવળન ગામ નજીકનો બનાવ
  • પિકઅપ વાન પલટી ખાઇ ગઇ
  • વાનમાં ગાય અને વાછરડાંને કતલખાને લઇ જવામાં આવી રહ્યાં હતાં
    ડાંગ

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર આમસરવળન ગામ તરફથી પશુઓ ભરી જનાર પિકઅપ વાનના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા વળાંક પાસે આ પિકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી. જેમાં એક ગાય અને વાછરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ આહવા પોલીસની ટીમને થતા આહવા પોલીસ મથકનાં PSI જયેશભાઇ.એસ.વળવી સહિતની પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઇ ગંભીર રીતે ઘાયલ થયેલા પશુઓને દવાખાનામાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પિકઅપ વાનચાલક ગાડી અકસ્માતની જગ્યાએ જ છોડીને નાસી છૂટ્યો હતો. હાલમાં આહવા પોલીસની ટીમે આ અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી પિકઅપ વાનને પોતાના કબ્જામાં લીધી છે.

ડાંગ

આહવા પોલીસે પિકઅપવાન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

આહવા પોલીસની ટીમને આ પિકઅપ વાનમાં પશુ લઈ જવા માટેની પરમિશનનાં કાગળ તેમજ પિકઅપનાં કાગળિયા મળ્યા ન હતા, તથા આ પિકઅપ વાનમાં ભરેલા પશુઓને કતલ ખાને લઈ જતા હોવાની જાણ પોલીસને થતા તેઓએ નજીકનાં પંચો બોલાવી ગુનો દાખલ કર્યો હતો. હાલમાં આહવા પોલીસે પિકઅપ વાન ચાલક ઉપર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Apr 27, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details