પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા આયોજન મંડળ, એ.ટી.વી.ટી, મનરેગા, ટ્રાઈબલ સબ પ્લાન, રસ્તા, આવાસ, સિંચાઈ, ખેતી-પશુપાલનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, દરેક અમલીકરણ અધિકારીઓએ તેમના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કરી લોકોને ફાયદાકારક કામ થાય તે જોવાનું રહેશે. આ તમામ કામો 31 માર્ચ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવું અને આગામી સમયમાં પૂર્ણ થનાર કામોનું જિલ્લા કક્ષાએ સીએમ ડેશબોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરાવવાની રહેશે. જ્યાં દરેક જિલ્લાઓ કયા નંબર ઉપર છે તેનું સતત મોનીટરીંગ થાય છે.
ડાંગ કલેકટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને ગુણવત્તાસભર કામો કરવા તાકીદ કરી હતી. વધુમાં બાકી રહેતા કામોની વિગતો મેળવી તમામ અધિકારીઓને કામો પ્રત્યે ગંભીર બની સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. મનરેગા હેઠળ તમામ ગામોના લોકોનો સંપર્ક કરી વધુ લોકોને રોજગારી અપાય તે જોવાનું રહેશે.