- આહવામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
- ડાંગ જિલ્લા વિકાસ અધિકારીની રહ્યા હતા કાર્યક્રમાં હાજર
- ડાંગ જિલ્લામાં કુલ 40,612 રેશનકાર્ડ ધારકોને અનાજ લાભ આપવામાં આવ્યો
ડાંગઃ જિલ્લામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના 101 તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નવા 10 લાખ કુટુંબોને 50 લાખ લાભાર્થીઓને વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ જિલ્લામાં કુલ 40,612 રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાયું
ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ ડાંગ જિલ્લા માટે ખુબજ આશીર્વાદ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી દેશનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 10 લાખ પરિવારોને 50 લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા તમામને કાયદા હેઠળ સમાવી લેવા માટે સઘન આયોજન કર્યું છે. લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે, બીજા રાજ્યમાં હોય તો પણ લાભ મળશે. ડાંગ જિલ્લામાં કુલ 113 જેટલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે. જેમાં કુલ 46,488 રેશનકાર્ડ ધરાવે છે તે પેક્કી 40,612 જેટલા રેશનકાર્ડ અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરી અનાજનો લાભ આપવામાં આવે છે.
એપ્રિલ 2020થી ડિસેમ્બર મહિના અનાજનો લાભ આપવામાં આવ્યોઃ જિલ્લા વિકાસ અધિકારી
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન પુરવઠા કાયદા હેઠળ ડાંગ જિલ્લાના તમામ કુટુંબોને આવરી લઈને આ યોજનાનો લાભ છેવાડાના ગામડા સુધી લોકોને આપવામાં આવ્યો છે, લોક ડાઉન દરમિયાન ડાંગ જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 8 મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ પૂરૂ પાડવામાં આવ્યું હતું. NFSA કેટેગીરીમાંથી વિભાજીત થતા કુટુંબને નવું રેશનકાર્ડ NFSA કેટેગિરીનું રેશનકાર્ડ આપી તમામ લાભો સરકારના ધારાધોરણ પ્રમાણે જેનો લાભ રેશનકાર્ડ ધારકોને મળી રહશે. એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 સુધીમાં 2713 કુટુંબો અને 12101 જન સંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લઈ અનાજનો લાભ આપવામાં આવ્યો હતો.