ગુજરાત

gujarat

By

Published : Jan 25, 2020, 3:29 AM IST

ETV Bharat / state

ડાંગના સુબીર નવ જ્યોત શાળામાં આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાયો

સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ યોજના અંતર્ગત સુબીર નવ જ્યોત શાળાનાં 563 જેટલાં બાળકોની શરીરના રોગની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તારીખ 23 અને 24ના રોજ યોજવામાં આવ્યો હતો.

ડાંગ
ડાંગ

ડાંગ જિલ્લાની સુબીર નવજ્યોત શાળામાં શિંગાણા પી.એચ.સીની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળાનાં બાળકોનાં શરીરની તપાસણી કરી સ્વસ્થ રહેવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. જેમાં બાળકોને એડોલીશન હેલ્થ વિશેની જાણકારી આપવામાં આવી હતી. મધ્યાહાન ભોજન અને અન્ય ભોજનમાં લીલા શાકભાજી, કઠોળ અને ખાસ કરીને લીંબુ, સરગવાનો ઉપયોગ કરાવા માટે સુચવ્યું હતું.

સિંગાણા પી.એચ.સીનાં ડૉ ઇરસાદ.એન.વાની, ડૉ સેજલ કે રાઉત, ડૉ અનામિકા ગામીત, તેમજ તેમની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળાના 1 થી 12 ધોરણનાં વિદ્યાર્થીઓનાં વજન,ઉંચાઈ, તેમજ રોગોની વિવિધ ચકાસણી કરી હતી. વિધ્યારથીઓમાં ચામડીના રોગો ધરાવતાં 152,આંખની ખામી ધરાવતાં 9, શંકાસ્પદ હ્દયરોગ અને શ્વાસન તંત્રમાં ખામીઓ ધરાવતાં 42, દાંતનો સડો 173 તેમજ એનીમીયા રોગનાં 40 ટકા જેટલાં વિદ્યાર્થીઓ હતા.

આ વિદ્યાર્થીઓને રોગ અનુસાર દવાઓ આપવામાં આવી હતી, તેમજ વધુ તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓને તેમના વાલી સાથે આહવા સિવિલ હોસ્પિટલમાં મોકલાવી સુલભ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details